'મેક ઈન ઈન્ડિયા'માંથી પ્રેરણા લઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા સમર કેમ્પમાં સેનેટાઈઝ મશીન અંગે વર્ચ્યુલ વર્કશોપ યોજાયો
Live TV
-
પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઈન્ડિયા અભિયાનમાંથી પ્રેરણા લઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા સમર કેમ્પમાં સેનેટાઈઝ મશીન અંગે વર્ચ્યુલ વર્કશોપ યોજાયો હતો.
વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત સમર કેમ્પ અંતર્ગત સેનેટાઇઝ મશીન ઉપકરણ કઇ રીતે કામ કરે છે અને તેને કઈ રીતે બનાવી શકાય તે અંગે સમર કેમ્પ અંતર્ગત ઓન લાઈન વર્ચ્યુલ વર્કશોપનું આયોજન મોરબી સ્થિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સેનેટાઈઝ મશીન કઈ રીતે કામ કરે છે અને તેને કઈ રીતે બનાવી શકાય તે અંગે સમર કેમ્પ ઓન લાઈન વર્ચ્યુલ વર્કશોપમાં જરૂરી માર્ગદર્શન અને પ્રત્યક્ષ નિદર્શન તાલીમ આપવામાં આવી હતી.તેમજ સેનેટાઈઝર મશીનના સર્કિંટને લઈને તમામ બાબતો અંગે તાલીમ આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ગુજકોસ્ટ દ્વારા પ્રતિ વર્ષ બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે હાલ કોરોનાના સંભવિત સંક્રમણના કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન અનુસાર ઓન લાઈન વર્ચ્યુલ
વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ માહિતી આપવા વર્કશોપ સાથે વિશેષ કરીને સેનેટાઇઝ મશીન અંગે ઝીણવટ ભરી માહિતી સાથે તે કઈ રીતે કામ કરવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
