અમદાવાદ: રોજગાર કચેરી ખાતે રોજગાર મેળાનું આયોજન
Live TV
-
ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરીના ઉપક્રમે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ રોજગાર કચેરી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ 6 કંપનીઓ તરફથી 450 જેટલી જગ્યાઓ માટે જોબ ઓફર કરવામાં આવી હતી. આ રોજગાર મેળામાં ,ધોરણ 8 થી 12 પાસ અને ગ્રેજ્યુએટ સહિત આઈટીઆઈ થયેલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમજ આ ભરતી મેળામાં એમઆરએફ, હોન્ડા, યશ બેંક, જેવી વિવિધ કંપનીઓ દ્વારા યુવાનોને જોબ ઓફર કરવામાં આવી હતી. જેમાં યુવકોને વિવિધ કંપનીમાં એક્ઝિક્યુટિવ, ટીમ લીડર જેવી વિવિધ પોસ્ટ માટે માસિક 10,000 થી વધુ પગાર સુધીની જોબ ઓફર કરાઈ હતી
