અરવલ્લી: ટામેટામાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને આર્થિક ફટકો
Live TV
-
ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે કપાસ અને મગફળીના પાકને નુકસાન કર્યું છે. તો બીજી બાજુ બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભિલોડા તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, જેથી ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું પણ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા ટામેટામાં ઇયળો પડી છે અને સુકારાનો રોગ આવ્યો છે. ટામેટામાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાથી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ટામેટાના છોડમાં સુકારો લાગતા છોડ સુકાઈ જાય છે અને ત્યારબાદ ટામેટા સળી જાય છે.
