આણંદ - કુટિર હસ્તકલા મેળાને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખુલ્લો મૂકાયો
Live TV
-
આ મેળામાં ખાસ કરીને ઇન્ડેક્ષ્ટ-સી સાથે જોડાયેલ વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, સખી મંડળો અને કલસ્ટર્સના કારીગરોની સીધું બજાર પુરૂં પાડવામાં આવશે
આણંદના વિદ્યાનગર રોડ ઉપર, દ્વારકેશ ગ્રાઉન્ડ ખાતે સાત દિવસ સુધી ચાલનારા કુટિર હસ્તકલા મેળાને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખુલ્લો મૂકાયો છે...આ કુટિર હસ્તકલા મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 110થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.આ મેળામાં ખાસ કરીને ઇન્ડેક્ષ્ટ-સી સાથે જોડાયેલ વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, સખી મંડળો અને કલસ્ટર્સના કારીગરોની સીધું બજાર પુરૂં પાડવામાં આવશે....કારીગરો તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી કે ભાતીગળ હાથશાળા હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરતકામ, વાંસના રમકડાં, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે જેવી ઘણી ચીજવસ્તુઓ પ્રદર્શન-સહ-વેચાણ માટે મૂકવામાં આવી છે.
