ગાંધીનગર સ્થિત કર્ણાવતી યૂનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટનું કરાયું આયોજન
Live TV
-
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ અને કલમ 370 અંગે કરાઇ ચર્ચા
ગાંધીનગર સ્થિત કર્ણાવતી યૂનિવર્સિટીમાં બે દિવસીય યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ અને કલમ 370 અંગે ચર્ચા કરવામાં આવી હતી. યુથ પાર્લામેન્ટમાં યુવાનોએ મુક્ત મને પોતાના વિચારો રજૂ કર્યા હતા. બે સેશન્સમાં યોજાયેલી યુથ પાર્લામેન્ટમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સાથે ભાજપ પશ્ચિમ બંગાળના જનરલ સેક્રેટરી સયાનતન બાસુ, ઉપરાંત ગુજરાત કોંગ્રેસના નેતા અમી યાજ્ઞિકે ઈનલીગલ ઇમિગ્રન્ટ જેવા વિષય પર ચર્ચા કરી હતી તો, તાજેતરમાં રદ કરાયેલી 370 ની કલમ પર જમ્મુ કાશ્મીર ભાજપ પ્રેસીડેન્ટ રવિન્દ્ર રૈના, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા, ઉપરાંત કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અખિલેશ પ્રતાપસિંહે ચર્ચામાં ભાગ લીધો હતો.
