વાંકાનેર ખાતે ભૂત પૂર્વ આચાર્ય અને વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો
Live TV
-
સૌરાષ્ટ્ર યુનિવર્સટી ના કુલપતિ પેથાણી ખાસ રહ્યા હાજર
સૌરાષ્ટ્ર યુનિવર્સટી ના કુલપતિ પેથાણી ની અધ્યક્ષતા માં વાંકાનેર ખાતે ભૂત પૂર્વ આચાર્ય અને વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન સમારોહ..દેશ વિદેશ સ્થિત પૂર્વ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ ભેગા મળી સ્નેહભર્યા ઉષ્મા સભર જુના સ્નેહ સંસ્મરણો યાદ કરી ભારતીય સઁસ્કૃતિ ની આગવી ગુરુશિષ્ય પરમ્પરા ને ઉજાગર કરતા આવા સ્નેહમિલનો જીવન માં આગવી યાદગીરીરૂપ લેખાવતા પૂર્વ વિદ્યાર્થીઓ એ પોતે આજે જે કાંઈ છે. તેમાં વિદ્યાભારતી શિક્ષણ સન્સ્થાન અને ગુરુજનો એ આપેલ મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર ના આભારી ગણાવતા પૂર્વ છાત્રો એ યાદ કર્યા શૈશવકાળ ના બાલ ગોઠિયાઓ સાથે જુના સ્નેહ સ્મરણો.
પોતાના પ્રસઁગોચિત વક્તવ્ય માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના કુલપતિ નીતિનભાઈ પેથાણી એ પણ ગૌરવભેર જણાવેલ કે હું પણ વિદ્યાભારતી નો પૂર્વ વિદ્યાર્થી હોવાનું મને ગૌરાંવ છે. એટલું જહીં આજે સમગ્ર દેશ અને દુનિયા માં વિદ્યાભારતી ના પૂર્વ વિદ્યાર્થીઓ તેના માં સિંચેલ સંસ્કારને મૂલ્ય નિષ્ઠ શિક્ષણને ઉજાગર કરી પોત પોતાના ક્ષેત્ર માં સેવારત હોવાનું ગૌરાંવ અનુભવી રહ્યા છે. તે વાત નું ગૌરાંવ છે.
