28 જેટલા પરિવારને અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરાયા
Live TV
-
મહેસાણા જિલ્લામાં આવેલ વિશ્વના પ્રથમ શ્રેણીના ગણાતા ઊંઝા APMC દ્વારા તાલુકાના વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલા 28 જેટલા પરિવારને અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. APMC દ્વારા ખેડૂતો અને વેપારી પરિવારોને જૂથ યોજના થકી 54 લાખથી વધારેની આર્થિક સહાય આપવામાં આવી હતી. તો દરેક પરિવારને વીમા પોલિસી અનુસાર 2 લાખની સહાય અપાઈ છે. જ્યારે કેટલાક લાભાર્થીઓના અકસ્માતના કેસ જે કોર્ટમાં ચાલતા હતા તેને APMC દ્વારા વકીલની મદદથી વ્યાજ સાથે લાભાર્થીઓને ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જિલ્લા કલેકટરે લાભાર્થી પરિવારોને મળેલ સહાયને યોગ્ય રીતે ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.
