ભાવનગર: પ્લાસ્ટિક પ્રતિબંધની અપીલ સાથે લગ્નની અનોખી કંકોત્રી
Live TV
-
ભાવનગરના મહુવા તાલુકામાં એક પરિવારે લગ્નની અનોખી કંકોતરી છપાવીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મોણપરના જાની પરિવારે કેન્દ્ર સરકારની વિવિધ યોજના અને સ્વચ્છતા સંદેશને પોતાની દીકરીની લગ્ન કંકોતરીમાં સ્થાન આપી ,એક અનોખા અભિગમની પહેલ કરી છે. પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત આ પરિવારે તેમની યોજનાઓ અને ,ખાસ સ્વચ્છતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ,પ્રતિબંધની સાથે સાથે ,બેટી બચાઓ-બેટી પઢાઓની કંકોતરી છપાવીને તેને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ મોકલી છે. જેમાં મુખ્યમંત્રી દ્વારા તેમના પરિવારને આ પ્રસંગની શુભકામના પાઠવતો સંદેશ પણ મોકલવામાં આવ્યો છે
