ગુજરાત પોલીસ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધર્યુ
Live TV
-
ટ્રાફિકના નિયમોને કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબધ્ધ રીતે વાહન હંકારે તે હેતુથી ગુજરાત પોલીસ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રધ્ધાળુઓ તેમજ મોટા વાહનો હંકારનારને યોગ્ય રીતે વાહન પાર્ક કરાવવાનું અભિયાન પોલીસ સ્કવોર્ડ દ્વારા હાથ ધરાયું હતું. જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કોન્સ્ટેબલ પોતે વાહનો હંકારીને નાગરિકોને સમજણ આપતા જોવા મળ્યા હતા. તો એસટી બસો સહિત અનેક મોટા વાહનો જે રોંગ સાઇડમાં ડ્રાઇવ કરતાં હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર 45 જેટલા મોટા વાહનોને પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દસ વાહનો પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા. અહીં પોલીસ દ્વારા શ્રધ્ધાળુઓઓને વાહન પાર્ક કરવામાં અગવડ ન પડે સાથે જ યાત્રિકો પણ સત્તાધીશોએ ફાળવેલી જગ્યા પર વાહન પાર્ક કરે તેવી ખાસ અપીલ કરવામાં આવી હતી.
