અમદાવાદ શહેરના સાર્વજનિક ગણેશ મહોત્સવ, અંદાજિત 50 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન
Live TV
-
ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે અમદાવાદ શહેરના સાર્વજનિક ગણેશ મહોત્સવ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન આજે કરવામાં આવશે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૧ જેટલા કુન્ડો મૂર્તિ વિસર્જન માટે બનાવેલા છે
અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને શ્રદ્ધાળુઓ દ્વારા અને જુદા જુદા મંદિરોમાં અન્નકૂટ ધરાવાયો હતો જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બપોર બાદ શ્રદ્ધાળુઓ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું આ વર્ષે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે માત્ર પાંચ કે છ જણા સાથે આવીને ગણેશ વિસર્જન માટે બનાવેલા કુંડમાં ભગવાન ગણેશને વિદાય આપી હતી
