Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેરમાં 10 ઓકટોબર સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂની અમલવારી

Live TV

X
  • અમદાવાદમાં શેરી ગરબાને ધ્યાનમાં રાખી રાત્રિ કર્ફ્યૂની અમલવારી રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહશે.  રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમાતા હશે ત્યા 
    જિલ્લા પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરશે. રાત્રિના સમયે ખાણી-પીણીની દુકાનો રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટમાંથી ડિલીવરી રાત્રિના 12 વાગ્યા સુધી
    મેળવી શકાશે. શેરી ગરબામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું શહેરીજનોએ પાલન કરવાનું રહેશે. નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરીમાં કે સોસાયટીઓમાં
    400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. ગરબાની ઉજવણીમાં ભાગ લેનાર તમામ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઈએ.
    આ સાથે લગ્નપ્રસંગમાં 400 લોકોની મર્યાદા રખાઈ છે તો અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓની મંજૂરી અપાઈ છે. 75 ટકાની ક્ષમતા સાથે જીમ ચલાવવામાં આવશે. જાહેર પરિવહનની બસોમાં
    100 ટકા તો એસી બસોમાં 75 ટકા કેપેસિટી સાથે મુસાફરોને બેસાડી શકાશે. બસ ટ્રાન્સપોર્ટેશન સેવાને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ અપાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply