પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાએ 2021-22નું લક્ષ્ય કર્યુ હાંસલ
Live TV
-
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાની અમલીકરણ એજન્સી ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયાએ સપ્ટેમ્બર, 2021 ના અંત પહેલા નાણાકીય વર્ષ 2021-22 માટે 8300 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો (PMBJKs) ખોલવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. દેશના તમામ જિલ્લાઓને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તમામ આઉટલેટ્સ પર દવાઓનું રીઅલ-ટાઇમ વિતરણ સુનિશ્ચિત કરવા માટે અસરકારક આઇટી-સક્ષમ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સિસ્ટમ રજૂ કરવામાં આવી છે.
PMBJP ની પ્રોડક્ટમાં હાલ 1,451 દવાઓ અને 240 સર્જીકલ સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવી દવાઓ અને ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ જેમાં ગ્લુકોમીટર, પ્રોટીન પાવડર, માલ્ટ આધારિત ફૂડ સપ્લિમેન્ટ્સ, પ્રોટીન બાર, ઇમ્યુનિટી બાર વગેરે લોન્ચ કરવામાં આવ્યા છે.
સરકારે માર્ચ 2024 સુધીમાં PMBJP ની સંખ્યા 10,000 સુધી વધારવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 5,ઓક્ટોબર, 2021ના રોજ સ્ટોર્સની સંખ્યા વધીને 8355 થઈ છે. આ દ્વારા દેશના સામાન્ય નાગરિકોને અંદાજે 4,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.કોવિડ -19 કટોકટીના પગલે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના રાષ્ટ્રને આવશ્યક સેવાઓ આપી રહી છે.
