અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબાબેન ચોખાવાલાની અનોખી અલ્લાહ બંદગી
Live TV
-
રાજ્ય સહિત દેશભરમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના કાળ વચ્ચે આવેલા રમઝાન માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા બેન ચોખાવાલાએ અલ્લાહની બંદગીની સાથે સાથે પોતાની કર્તવ્ય નિષ્ઠા થકી , સૌ કોઈનું ધ્યાન દોર્યું છે. સમગ્ર પવિત્ર રમઝાન માસ દરમિયાન ઝેબાબેનએ રોઝા રાખ્યા હોવા છતાં ૬ થી ૭ કલાક સુધી P.P.E. કીટ પહેરીને દર્દીઓની સેવા કરીને પોતાના કર્તવ્યની સાથે પોતાનો ધર્મ પણ બજાવ્યો છે. 30 વર્ષીય ઝેબાબેનને સાડા ત્રણ વર્ષની એક દિકરી પણ છે અને તેમના માતા કેન્સરગ્રસ્ત છે. ઝેબાબેનના પતિ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં વ્યવસાય કરે છે. આ સમયમાં ઝેબાબેનનું પરિવાર પાસે રહેવું અતિ આવશ્યક છે પરંતુ તેમણે કોરોનાની બીજી લહેરમાં પરિવારથી અલગ રહેવાનું જ પસંદ કર્યું અને પોતાની ફરજને પ્રાથમિકતા આપી. આમ કોઇ પણ પડકારોને ગણકાર્યા વિના તેઓ જુસ્સાભેર પોતાની ફરજનું પાલન કરી રહ્યાં છે. રમઝાન માસ દરમિયાન અલ્લાહની બંદગી સાથે રોઝા અને બીજી તરફ કર્તવ્યનું પાલન કરતા ઝેબાબેન કોરોના વોરિયર્સ માટે પ્રેરણારૂપ બન્યાં છે.
