આણંદ જિલ્લામાં NFSAના રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણની કામગીરી
Live TV
-
આણંદ જિલ્લામાં NFSAના રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો જિલ્લાની 674 વ્યાજબી ભાવની દુકાનો દ્વારા જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો સરકાર દ્વારા નિયત થયેલા દરે પણ વિતરણ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા વર્તમાન કોરોનાની લહેરને ધ્યાનમાં રાખી NFSAના રેશનકાર્ડ ધારકોને મે અને જૂન મહિનામાં વિનામૂલ્યે ઘઉં અને ચોખાનું વિતરણ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત NFSAના રેશનકાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ૩.૫ કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું નિયત દરનું NFSA રેગ્યુલર વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.તથા રાજ્ય સરકાર દ્વારા નક્કી થયા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળનું વિના મૂલ્યે અનાજ અપાઇ રહ્યું છે
