રાજકોટમાં સેવાભાવી ભરત સુરેજા અને તેમની ટીમે ભેગા મળીને ઓક્સિજન પાર્ક ઉભો કર્યો
Live TV
-
કોરોનાના કપરા કાળમાં કોરોનાના દર્દીઓની મદદ કરવા માટે અનેક સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. આવી જ રીતે રાજકોટમાં પણ સેવાભાવી ભરત સુરેજા અને તેમની ટીમે ભેગા મળીને ઓક્સિજન પાર્ક ઉભો કર્યો છે. ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે ભરતભાઈ અને તેમની ટીમે વર્ષ 2016માં રાજકોટ મહાનગરપાલિકાએ ફાળવેલા પ્લોટનો ઉપયોગ કર્યો છે. અઢી વર્ષ પહેલા ઓક્સિજન પાર્કને તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે આજે 1 એકરની આ જમીનમાં 3 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભરતભાઈએ તેમની ટીમ સાથે મળીને મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કર્યું છે.
