અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એન્કાઈલોઝિંગ સ્પોન્ડિલાઈટિસના દર્દીની સફળ સર્જરી
Live TV
-
અમદાવાદમાં રહેતા 34 વર્ષીય આશિષ ચૌહાણે સિવિલ હોસ્પિટલમાં એન્કાઈલોઝિંગ સ્પોન્ડિલાઈટિસની સિવિલ હોસ્પિટલમાં સફર સર્જરી કરાવી છે.આ બિમારીના કારણે કરોડરજ્જુના મણકા એકબીજા સાથે ચોંટી જાય છે અને તેના કારણે કરોડરજ્જુ વાંકા વળી જાય છે. આ તકલીફના કારણે દર્દીને બેસવામાં, ચાલવામાં કે ડોક ઊંચી કરીને જોવામાં તકલીફ પડે છે. આશિષભાઈએ શરૂઆતમાં પેઈન કિલર દવાઓનો સહારો લીધો ત્યારબાદ ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડી ગઈ. 25 થી 30 ખાનગી હોસ્પિટલમાં બતાવ્યા બાદ પણ યોગ્ય ઈલાજ ન થયો. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની સર્જરી આશિષભાઈને પરવડે તેમ નહોંતી. શહેરની સિવિલ હોસ્પિટલમાં એક દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે જેની સક્સેસ સ્ટોરી જાણ્યા બાદ આશિષભાઈએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સંબંધિત તબીબોનો સંપર્ક કર્યો હતો. PMJAY કાર્ડના કારણે આશિષ ચૌહાણ સિવિલ હોસ્પિટલમાં સરળતાથી ઈલાજ કરાવી શક્યા. સિવિલ હોસ્પિટલના તબીબોએ પેડિકલ સબસ્ટ્રેકશન ઓસ્ટિઓટોમી નામની જટીલ સર્જરી કરી જેમાં ન્યૂરો મોનિટરિંગની પણ મદદ લેવાઈ. ઓપરેશનના અંતે દર્દી આશિષ ચૌહાણને 7 વર્ષ જૂની પીડાથી મુક્તિ મળી છે.
