Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા અને દવાઓનું નિઃશુલ્ક વિતરણ

Live TV

X
  • જિલ્લા આરોગ્ય તંત્રએ તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપથી હોસ્પિટલોમાં 14મી માર્ચ થી 19 માર્ચ સુધી કેમ્પનું કર્યુ આયોજન

    અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ દિવસ સુધી સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રોટરી કલબ દ્વારા ઉકાળા વિતરણ નાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા સાથે સાથે હોમિયોપેથીક દવાઓ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું લોકોના સ્વાસ્થ્ય માટે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ઉકાળા વિતરણ ના સ્ટોલ ઉભા કરી જનજાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે.હોમિયોપેથીક ડોકટર દ્વારા લોકોને સલાહ આપવામાં આવી રહી છે જમતા પહેલા હાથ ધોવા બહાર કોઈપણ વ્યક્તિને હાથ ન મેળવવો તેમજ ભોજન પણ સાફ અને સલામત જગ્યાએ બનાવવું ઉધરસ ખાતી વખતે મો ઢાંકવું તેમજ માસ્ક પહેરીને બહાર નીકળવું આ બધી બાબતો ને ગંભીરતાથી પૂર્વક લેવી એવું ડોકટર જીતેન્દ્ર સાહેબ દ્વારા જણાવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply