Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈ ખેડાની મુલાકાતે

Live TV

X
  • મહિલાઓ સાથેના સંવાદમાં સ્વરક્ષણ અને મહિલા સુધારણા કાર્યક્રમો તેમજ મહિલાઓના અધિકારીઓની આપી માહિતી

    રાષ્ટ્રીય મહિલા આયોગ, નવી દિલ્હીના સભ્ય ડૉ.રાજુલબેન એલ. દેસાઇ બે દિવસ માટે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તેઓની અધ્યક્ષતામાં  જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓની સાથે મહિલાલક્ષી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.મહિલા આયોગના સભ્યશ્રી ર્ડા. રાજુલબેને જણાવ્યું હતું કે, બંધારણે સ્ત્રીઓને સમાનતાનો હક્ક આપ્યો છે. તેઓએ કેન્દ્ર અને રાજયની મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી, તેઓએ વાયોલેન્ટ એકટ, મહિલાઓની સુરક્ષા, ડોમેસ્ટીક વાયોલન્સ, સેફ સીટી-સેફ પબ્લીક પ્લેસીસ, બેટી બચાવો-બેટી પઢાવો, મહિલાઓને ઘરમાં પણ સમાનતા મળે, સન્માન મળે, ડીબી એકટ, જિલ્લાની પ્રતિભાશાળી મહિલાઓનું જાહેરમાં સન્માન, તેમના હોર્ડીગ્સ અને પેઇન્ટીંગ્સ દ્વારા અન્ય મહિલાઓને પ્રેરણા પુરી પાડવી, પોલીસ વિભાગ દ્વારા મહિલાઓ પ્રત્યે વિશેષ કાળજી, સ્કૂલ-કોલેજોમાં મહિલાઓના અધિકારના એજયુકેશન પર ભાર,યુવાનો અને મહિલાઓ સાથે ફોકી વીથ યુથના માધ્યમથી યુવાનોમાં અને મહિલાઓમાં જવાબદારી સ્વીકારવાની વૃત્તિ કેળવાય તે રીતની પ્રવૃત્તિઓ, યુવાનો સાથે હેલ્ધી ચર્ચા કરી સમાજમાં જાગૃતિ આવે તેવું આયોજન, મહિલાઓમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરની મફત સારવાર અંગેનો પ્રચાર-પ્રસાર, સ્લમ એરીયાની દિકરીઓ અને મહિલાઓને તેમના હક્કોની જાણકારી અને સમાજમાં તેમની ભાગીદારી, શાળા-કોલેજ કક્ષાએથી જ દિકરીઓને ગુડ ટચ-બેડ ટચનું શિક્ષણ, વાલી મીટીંગો, જેન્ડર સેન્સીટાઇઝેશનની જરૂરીયાત, સખી મંડળોનો વ્યાપ વધારવો, સખી વન સ્ટોપ સેન્ટરની સ્થાપના અને તેનો મહત્તમ ઉપયોગ સમાજ સુધારણા માટે કરવો, મહિલા પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓની મહિલાઓ પ્રત્યેની સંવેદનશીલતા, અભયમની કામગીરી, મહિલા કાઉન્સેંલરની વ્યવસ્થા, લીગલ એડવાઇઝરની સુવિધા, સેકયુલર હેરેસમેન્ટની કામગીરી, લોકલ કમિટીઓની રચના અને તેની કામગીરી, સાયબર સીકયુરીટી જેવા અનેક મહિલાઓને લગતા પ્રશ્ર્નોની તલસ્પર્શી માહિતી જે તે વિભાગના જિલ્લા અધિકારીઓ પાસેથી તેઓશ્રીએ મેળવી હતી.તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી ર્ડા.રાજુલબેનનું સ્વાગત જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ કર્યું હતું તેમજ તેઓની મુલાકાતનો આશય સમજાવી જિલ્લામાં મહિલાઓના ઉત્કર્ષ માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ વડા શ્રી દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, ડીઆરડીએના ડાયરેકટરશ્રી ઝાલા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી આર. એલ. ત્રિવેદી, જિલ્લા સરકારી વકિલશ્રી ઉમેશ ઢગટ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.જાગાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભરવાડ, શ્રી મહેશ પટેલ, જિલ્લા સિવિલ સર્જનશ્રી તથા અન્ય કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply