રાજ્યના યુવા ધનને બરબાદ કરવાના બદ ઇરાદાનો ગંભીર કિસ્સો સામે આવ્યો
Live TV
-
ચરસની હેરાફેરી કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાંથી એસ.ઓ.જી પોલીસ દ્વારા આઠ કિલોથી વધારે ચરસ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
રાજ્યના યુવા ધનને બરબાદ કરવાના બદ ઇરાદાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ચરસની હેરાફેરી કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાંથી એસ.ઓ.જી પોલીસ દ્વારા આઠ કિલોથી વધારે ચરસ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ ઊપરાંત પોલીસ દ્વારા 12લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. અગાઊ મળેલી બાતમીના આધારે સાબરકાંઠા પોલીસે મોટરસાયકલ ચાલકને રસ્તામાં અટકાવી તેની તપાસ કરતાં તે વ્યક્તિ પાસેથી 8 કિલો કરતાં વધારે ચરસનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં આ વ્યક્તિ હરિયાણાનો રહેવાસી હોવાનું બહાર આવ્યુ છે. પોલિસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
