Skip to main content
Settings Settings for Dark

અમરેલી જિલ્લાના મીતીયાળા પ્રાથમીક શાળાના શિક્ષકનો નવતર પ્રયોગ

Live TV

X
  • કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે દરેક શાળા કોલેજ બંધ છે ત્યારે અમરેલી જિલ્લાના મીતીયાળા પ્રાથમીક શાળાના શિક્ષકો નવતર પ્રવૃત્તિ કરી બાળકોને શિક્ષણ સાથે જોડાઈ રહે તે માટે વિવિધ અનેરા પ્રયાસ કરી રહ્યા છે.  મીતીયાળા પ્રાથમિક શાળાના શિક્ષક રાઘવભાઈ કટકિયા ધોરણ ૧-૨માં પ્રજ્ઞા શિક્ષક તરીકે શાળા સાથે જોડાયેલા છે કે જેઓ બાળકોને રમત-ગમત, પ્રવૃત્તિ અનુરૂપ અભ્યાસક્રમના એકમને અનુરૂપ એકપાત્ર અભિનય, વિવિધ રમતો, પપેટ શો, ટીચિંગ લર્નિંગ મટીરીયલ, વાર્તા, ગીતો વગેરેની મદદ લઈને ગુજરાતમાં તેઓ “રઘુ રમકડું” ના નામે પ્રખ્યાત થયા છે. પંડિત ચાલ્યા જાય છે, પેલી ચકલીબાઈ માળા બાંધ્યા, ઢંગ વગરના, જોયા જેવી થઈ, લાકડીના ટેકે માજી જાય રે.. વગેરે એકપાત્રીય વેશધારણ કરી અભિનય સાથે બાળકોને તેઓ અભ્યાસ શીખવાડી રહ્યા છે. તેઓએ આ પ્રકારના કુલ શૈક્ષણિક અનુરૂપ ૬૦ થી ૭૦ બાળગીત અને અભિનય ગીતો બનાવ્યા છે. આ ઉપરાંત રાઘવ ભાઈ પોતાની બાઈક ને  “હરતી ફરતી શાળા”માં રૂપાંતરિત કરી 33 વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને શિક્ષણ આપી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply