અમરેલી :રાજુલામાં કથા દરમિયાન મોરારિબાપુ વૈશ્વિક મહામારી કોરોનામાં મદદે,1 કરોડ રૂ આપવાની કરી જાહેરાત
Live TV
-
આ કથામાં આરટી-પીસીઆર ટેસ્ટ બાદ પ્રવેશ મળ્યો છે તેમજ આજે બાપુની મોટી જાહેરાતને લોકો આવકારી રહ્યા છે.
દેશ આખો કોરોના મહમારીના ભરડામાં છે અને સેવા ભાવિ સંસ્થા અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા સંતો અને મહન્તો મદદે આવી રહ્યા છે . રાજુલામાં કથા દરમિયાન મોરારિબાપુએ કોરોના મહામારીમાં 1 કરોડ રૂ આપવાની જાહેરાત કરી તેમણે કહ્યું કે રાજુલા, સાવરકુંડલા, તળાજા, મહુવામાં જરૂરિયાત હશે એ પ્રમાણે મદદ કરાશે.કોરોનાની સારવારમાં ચાર તાલુકાને 25-25 લાખ રૂપિયા આપવામાં આવશે.
વૈશ્વિક મહામારીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇ દેશભરની સ્થિતિ ખૂબ વણસી રહી છે, ત્યારે બાપુએ જાહેર કરેલું એ મુજબ મહુવાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકૂટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે.
ઉપરાંત પૂજ્ય બાપુએ આજની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.એમાં ચિત્રકૂટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.
રાજુલા ખાતે 10 જેટલા યજમાન પરિવારની હાજરીમાં રામકથા ચાલી રહી છે, જેમાં રાજુલા મહાત્મા આરોગ્ય ગાંધી હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથા ચાલી રહી છે.આ કથામાં આરટી-પીસીઆર ટેસ્ટ બાદ પ્રવેશ મળ્યો છે તેમજ આજે બાપુની મોટી જાહેરાતને લોકો આવકારી રહ્યા છે.
