અમરેલી: હળદરની ઓર્ગેનિક ખેતી કરી ખેડૂતો મેળવી રહ્યા છે લાભ
Live TV
-
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફાચરિયા ગામમાં હળદર ની ઓર્ગેનિક ખેતી આ ગામમાં આંબા હળદર તેમજ પીળી હળદર ની ખેતી ખેડૂતો કરી સારું ઉત્પાદન ઓછા ખર્ચમાં મેળવી રહયા છે.. હળદર નું ઉત્પાદન 3 મહિના જ આવી જાય છે અને બીજું કોઈપણ જનાવર નો ત્રાસ રહેતો નથી... રોજડા કે ભૂંડ આ ખાતા જ નથી.. આ ગામના એક વડીલ દ્વારા ફક્ત એકજ તગારાથી આ હળદર ની ખેતી ની શરૂઆત કરવામાં આવી હતી.. આજે ગામમાં લગભગ ખેડૂતો હળદરની ખેતી તરફ વળ્યા છે.. અંદાજિત એક વિઘો જમીનમાં 300 થી 500 મણ નું ઉત્પાદન મેળવે છે... આ હળદર ને અમરેલી, રાજકોટ ,સહિત સૌરાષ્ટ્રના ઘણા ખરા માર્કેટમાં આ હળદર પહોંચે છે... તેમજ ત્યાં ઘરબેઠા પણ વેપારીઓ ખરીદી કરી જાય છે... આમ આ ગામના ખેડૂતો હળદરનાં ઉત્પાદનથી સમૃદ્ધ બન્યા છે... તેમજ ડ્રિહાઈડ્રેસન કરી પાવડર બનાવી જો વેચવામાં આવે તો સારી ઉપજ મળી શકે છે...દૂરદર્શનના સંવાદદાતા હસમુખ રામાણીએ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલા ને મળી હળદર ખેતી વિશે તેમજ પ્રગતિશીલ ખેડૂતો ની માહિતી આપી હતી... તેમજ બાગાયત અધિકારી તરફથી ડ્રીપ પાણીનાં ટાંકા તેમજ સરકારી યોજનાઓ નો લાભ લેવા ગામને અનુરોધ કર્યો હતો...
