Skip to main content
Settings Settings for Dark

અમેરિકન દંપતીએ ગોધરાની ત્રણ વર્ષીય બાળકીને દત્તક લીધી

Live TV

X
  • આ બાળકી બે વર્ષ અગાઉ દાહોદ નજીકના ખેતરમાંથી મળી આવી હતી

    ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાંથી ત્રણ વર્ષની બાળકી સ્તુતિને અમેરીકાના કેન્સાસ શહેરના દંપતી કેન્ટ હેકમેન અને બ્રુક હેકમેન દ્વારા દત્તક લેવામાં આવી હતી.. બે વર્ષ અગાઉ સ્તુતિ નામની બાળકી દાહોદ નજીકના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને ગોધરા ચિલ્ડ્રન હોમમાં લાવવામાં આવી હતી..ત્યારે તેનો માનસિક અને શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈ છે અને થોડાક શબ્દો બોલતા પણ શીખી છે. ગોધરા ખાતે બાળ ગૃહમાં દત્તક લેનાર અમેરિકન દંપતિ પૈકી માતા બ્રુક હેકમેન પણ ૩૫ વર્ષ અગાઉ કોલકાતાના બાળ ગૃહમાંથી અમેરિકન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે, તેઓ બાળકીની ડિસએબિલીટીઝ અંગે સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે. કલેકટર અમિત અરોરા દ્વારા આ બાળકીને સોંપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply