Skip to main content
Settings Settings for Dark

ડાંગની ડુંગર માવલીની પૂજા, આદિવાસી યુવકો 7દિવસ સુધી રહેશે ઘરની બહાર 

Live TV

X
  • 98 ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો વિવિધ ઉત્સવો માટે જાણીતો છે. પરંપરા પ્રમાણે હાલ ચોમાસા બાદ તૈયાર થયેલ ધાન્યને પૂજા-અર્ચના કરી પોતાના ઘર કે ગામમાં લાવવામાં આવે છે. તો કોઇ આપત્તિ ન આવે તે માટે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. 

    આહવાના ડુંગરી ફળીયામાં 'ભાયા' રાખવામાં આવ્યા છે આ ભાયા એ ડુંગર માવલીની એક પ્રકાર ની પૂજા હોય છે. ડાંગના આદિવાસીઓ દ્વારા પ્રકૃતિપૂજા કરવાનો ઉદેશ્ય એ છે કે, પાક અને ગામનાં પશુઓને કોઈ રોગ ન થાય તે માટે પરંપરા પ્રમાણે આ પૂજા કરવામાં આવે છે. 

    જેમાં આદિવાસી યુવાનો સાત દિવસ સુધી ઘર બહાર રાતવાસો કરે છે. જ્યાં આખી રાત ભગત દ્વારા થાળી વાદ્ય, ગાયન અને નૃત્ય કરી દિવસ દરમિયાન ગામડામાં ફાળો ઉઘરાવે છે. જે બાદ સાતમાં દિવસે ડુંગર માવલીના થાનકે જઈ આરાધ્ય દેવોને નવા પાકના નૈવેદ્ય ચડાવવામાં આવે છે. પછી જ નવું અનાજ ઘર વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply