Skip to main content
Settings Settings for Dark

અમિત શાહના જન્મ દિવસે તેમના પત્ની સોનલબેન દ્વારા કરવામા આવી મહાપૂજા

Live TV

X
  • તેમના પરિવાર દ્વારા મંદિર પરિસર ખાતે ગરીબો માટેના મહાપ્રસાદ-ભોજનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું

    કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની નિમિત્તે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સાંઈ ધામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્નીશ્રી સોનલબેન શાહ અને શુભેચ્છકો દ્વારા મંદિરમાં ભગવાન શ્રીરામ અને સાંઈ બાબાની મહાપૂજા કરવામાં આવી હતી, તેમજ ગૃહમંત્રી અમિત શાહના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી ધર્મપત્ની સોનલબેન શાહ દ્વારા સવિશેષ સાંઈ બાબાની પૂજન અર્ચન અને મહાઆરતી પણ કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો જોડાયા હતા. અમિત શાહે ગઈકાલે 57માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમના પરિવાર દ્વારા મંદિર પરિસર ખાતે ગરીબો માટેના મહા પ્રસાદ-ભોજનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.  ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેને સ્વયં ઉપસ્થિત રહીને ગરીબોને ભોજન પીરસ્યું હતુ. ગૃહમંત્રીએ એક દિવસ પહેલા તેમના વતન માણસામાં સહપરિવાર સાથે, બહુચર માતાના મંદિરના  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. દર વર્ષની જેમ તેઓએ નવરાત્રિ પણ પરિવારજનો સાથે મનાવી હતી અને જન્મદિવસ પહેલા દિલ્હી જવા રવાના થયા હતા ત્યારે પોતાના લોકલાડીલા નેતા અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા સમર્થકો અને કાર્યકર્તાઓએ પરમાત્માના ચરણોમાં વંદન કરી તેમના તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સાંઇબાબા મંદિરના મહંત મોહનદાસ મહારાજે પણ ગૃહમંત્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply