Skip to main content
Settings Settings for Dark

સુરતમાં આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ કંપનીમાં 23 કર્મચારીઓને કાયમી પદ માટે નિમણૂક અપાઈ

Live TV

X
  • સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એસ્સાર સ્ટીલ કંપની માટે અનેક લોકોએ પોતાની જમીન આપી હતી. જોકે કોઈને કોઈ કારણોસર સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોને રોજગારી મળી ન હતી. એસ્સાર સ્ટીલનું સંપૂર્ણ સંચાલન હાલ આર્સેલર મિત્તલ અને  નિપ્પોન સ્ટીલ કરે છે. કંપની દ્વારા સ્થાનિક યુવક - યુવતીઓને નોકરી પર રાખવામાં આવ્યા હતાં. પરંતુ તેઓ કોન્ટ્રાકટ પર કામ કરતા હતાં. સતત રજૂઆતને પગલે કંપની દ્વારા હજીરા ગામના 47 જેટલા યુવાનો જે એન્જીનીયરિંગ અને ડોપ્લોમાનો અભ્યાસ કરી 10 વર્ષ થી કોન્ટ્રાકટ પર કાર્યરત હતા, તે પૈકી એમએનએસ કંપનીમાં 23 કર્મચારીઓને કાયમી ધોરણે અને 24 જેટલા એન્જીનીયરને ટ્રેઇની તરીકે જોબ લેટર આપવામાં આવ્યા હતાં. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલના હસ્તે જોબ લેટર મળતાં કર્મચારીઓ ખુશ થયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply