Skip to main content
Settings Settings for Dark

ડાકોર રણછોડરાયજી મંદિરમાં મનાવાયો શરદપૂર્ણિમાનો પર્વ

Live TV

X
  • ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન રણછોડરાયને નવા વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને સવા લાખનો રત્નજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો. ભગવાનના 
    હાથમાં ચાંદીના દાંડિયા રાખવામાં આવ્યા હતા અને રણછોડરાયજીનું રૂપ મનમૌહક બન્યુ હતું.  શરદપૂર્ણિમાને લઈ વહેલી સવારથી મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ રણછોડરાયજીને સ્નાન કરાવીને પૂજા વિધિ કરવામાં આવી હતી. શરદપૂર્ણિમાને લઈ
    ભકતોનું મહેરામણ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે ઉમટી પડ્યુ હતું. દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટે કરી હતી. સ્થાનિક તંત્ર અને મંદિર વ્યવસ્થાપકે દર્શનાર્થીઓ માટે કોરોનાની રસી આપવાની વ્યવસ્થા કરી હતી. જે દર્શનાર્થીઓને કોરોનાની રસી બાકી હોય તેમના માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply