અરવલ્લીનું અનુપમ સૌંદર્ય એટલે ફુલવારી કી નાલ અભયારણ્ય
Live TV
-
ફુલવારી કી નાલ અભયારણ્યમાં દીપડા,રીંછ, હરણ, ઉડતી ખિસકોલીઓ વસે છે.
ઈડર પાસેનાં પોળોનાં જગંલોનો રાજસ્થાન તરફનો ભાગ એટલે ફુલવારી કી નાલ અભયારણ્ય.આ જંગલ એટલુ મનમોહક છે કે ત્યાં એકવાર જનાર પ્રવાસીનું મન મોહી લે છે. દીપડા, રીંછ, હરણ, ઉડતી ખિસકોલીઓ આ અભયારણ્યમાં વસે છે. પાનરવા ગામ આ અભયારણ્યનું મુખ્ય કેન્દ્ર છે. અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીનું ઉદગમ સ્થાન આ અભયારણ્યમાં રહેલુ છે. અહીંના આદિવાસી બંધુ પ્રકૃતિનાં ખોળે હજુ પણ સાદગી સભર જીવન જીવે છે. હજુ સુધી પ્રવાસીઓનાં ધસારાથી બચેલુ રહેલુ ફુલવારી કી નાલ અભયારણ્ય હવે ધીમે ધીમે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યુ છે. જો કે પ્રવાસીઓનાં જવાથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો પણ સર્જાઈ રહી છે
