મોરબી: માનસર ગામના શિક્ષકે બનાવી કન્યા કેળવણી પર અનોખી શોર્ટ ફિલ્મ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાન અને નવી શિક્ષણ નીતિમાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લાના નાના એવા માનસર ગામની સરકારી શાળાના શિક્ષકે એક અનોખી શોર્ટ ફિલ્મ બનાવી છે. "ભણતરના અજવાળા" નામની આ સાત મિનિટની શોર્ટ ફિલ્મમાં સામાજિક જીવનમાં શિક્ષણ અને વિશેષ કરીને કન્યા કેળવણીનું આગવું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ શોર્ટ ફિલ્મ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નામાંકિત થતા શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોરબી જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરનાર આ શિક્ષક વિમલભાઇનું શિક્ષક દિન નિમિત્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ શોર્ટ ફિલ્મમાં શાળામાં અભ્યાસ કરતા હરજીવન નામના વિદ્યાર્થીએ બાળ કલાકાર રાહુલ તરીકે પાત્ર નિભાવી સમગ્ર સ્કૂલ શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે.
