Skip to main content
Settings Settings for Dark

આશા ન છોડો, જીવન છે અનમોલ: જાણો કેમ ઉજવવામાં આવે છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ?

Live TV

X
  • આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. એટલે કે વિશ્વભરના લોકોમાં આવતા આત્મહત્યાના વિચારને નિવારીને, લોકોને આત્મહત્યા ન કરવા માટે જાગૃત કરવાનો દિવસ. આજના દિવસને વિશ્વભરમાં "વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે" તરીકે મનાવવામાં આવે છે. 
    1096 હેલ્પલાઈન અને લવિંગ ફાઉન્ડેશનના સંયોજક  ડોક્ટર રોનક ગાંધી આ બાબતે જણાવે છે કે, માનવ જીવન અનમોલ છે, જેથી ક્ષણિક આવેશના કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખવું કોઈ પણ હિસાબે યોગ્ય ન ગણી શકાય. આવી નાજુક પળોમાં હકારાત્મક વિચાર કરવો જોઇએ તેમજ 1096 હેલ્પલાઈન, ડોક્ટર તથા ધ્યાન કે સારા મિત્રોની પણ મદદ લેવી જોઇએ. મેડિટેશન, ઈમોશનલ થેરાપી, ફેમિલી કાઉન્સેલિંગ વગેરેનો આવા સમયે ચોક્કસપણે સહારો લેવો જોઈએ. 
    એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં દર વર્ષે 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે. જ્યારે ભારતમાં વાર્ષિક 1.39 લાખ લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે  છે. આત્મહત્યાના આ મૃત્યાંકમાં 80 ટકા લોકો શિક્ષિત હોય છે. ઉંમરની વાત કરીયે તો 18 વર્ષથી ઓછી ઉંમરના 7 ટકા લોકો, 18 થી 30 વર્ષની ઉંમરના 35 ટકા લોકો અને 30 થી 45 વર્ષની ઉંમરના 31 ટકા લોકો આત્મહત્યા કરે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply