Skip to main content
Settings Settings for Dark

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદીરમાં રૂ.7 કરોડ 99 લાખની વિક્રમજનક આવક

Live TV

X
  • બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદીરને આ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં રૂ.7 કરોડ 99 લાખની વિક્રમજનક આવક થઈ.

    પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદીરમાં વિક્રમજનક આવક થઈ છે. બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદીરને આ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં રૂપિયા સાત કરોડ, 99 લાખની વિક્રમજનક આવક થઈ છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે.

    શ્રદ્ધાળુઓ ખૂબ જ ભક્તિભાવપૂર્વક સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરે છે. ખૂબ જ શ્રદ્ધાથી ધ્વજારોહણ અને અને દાન કરે છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ અંદાજે 15 થી 20 હજાર ભાવિકો દરરોજ દર્શનનો લાભ લે છે. આ સાથે અઠવાડિયાનાં અંતિમ દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply