Skip to main content
Settings Settings for Dark

ડાંગની દિકરીએ ગુજરાત સંગીત વિદ્યાલયની સંગીત વિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી

Live TV

X
  • વલસાડની 'ક્લાયતન' સંગીત વિદ્યાલય સાથે સંકળાયેલી ડાંગની દિકરીએ જીજ્ઞાશાએ, બૃહદ ગુજરાત સંગીત વિદ્યાલયની સંગીત વિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી છે. સંગીત પ્રવેશિકાથી વિશારદ સુધીની સફરમાં જીજ્ઞાશાના ગુરુ રહેલા વલસાડના દિલીપ વિસપુતેને પોતાની સફળતાનો શ્રેય આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જીજ્ઞાશાના પિતા ત્રિભુવન પરમાર ડાંગના જાણીતા લોકગાયક છે અને પારંપરિક ફોક મ્યુઝિકની ટ્રેનિંગ તેણીએ પિતા પાસેથી મેળવી છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત કચેરી, નર્મદા દ્વારા સંચાલિત 'કલા મહાકુંભ'ની રાજ્ય કક્ષાની રાજપીપળા મુકામે યોજાયેલી સ્પર્ધામા તેની સાથે સહકલાકારોએ પણ સુરતાલમાં સાથ પુરાવ્યો હતો. ત્યારે વલસાડની દિકરીએ સમગ્ર રાજ્યમાં વલસાડનુ નામ રોશન કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply