Skip to main content
Settings Settings for Dark

સુરત: ત્રણ કિલો શુદ્ધ સોનાની ઝરીથી તૈયાર કરાયેલ લહેંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર

Live TV

X
  • સુરતમાં વિવનીટ એક્ઝિબિશન 2021 નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ એકઝીબીશનમાં ત્રણ કિલો શુદ્ધ સોનાની ઝરીથી તૈયાર કરાયેલ એક લહેંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુરતના ઝરી ઉદ્યોગના પ્રચાર પ્રસાર કરવાના હેતુથી આ ખાસ લહેંગાને તૈયાર કરવામાં આવ્યો છે. આ લહેંગા પરની ઝરી ચાંદીની છે અને તેની ઉપર શુદ્ધ સોનાનું કોટિંગ કરવામાં આવ્યું છે. ચાંદીની ઝરીથી તૈયાર થયેલ અને ત્રણ કિલો શુદ્ધ સોનાના કોટિંગથી તૈયાર કરવામાં આવેલ લહેંગો આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. 
    સુરતના ઝરી ઉદ્યોગને ફરી એક વખત વિશ્વ પટલ પર લાવવાના ઉદ્દેશથી સુરતના ઉદ્યોગપતિ યશ અડવાણીએ આ ખાસ સફેદ રંગનો ઝરી લહેંગો તૈયાર કર્યો છે. યશ અડવાણીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમે ખાસ 5 ઝરીના એક્સપર્ટ કારીગરોને બનારસથી સુરતમાં બોલાવ્યા હતા. જેથી આ લહેંગાને પરફેક્ટ લુક  આપી શકાય. સુરતનું ઝરી ઉદ્યોગ પહેલાથી જ જાણીતું છે અને તેને જ નવી ઓળખ આપવા અમે આ પહેલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply