અરવલ્લી: આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત સાયકલ રેલીનું આયોજન
Live TV
-
આંતરરાષ્ટ્રીય રેસ વૉકિંગ ખેલાડી બાબુ પણુચા રૂઝુલ પટેલે લીલી ઝંડી બતાવીને આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત મોડાસા કોલેજના કેમ્પસ ખાતેથી આ સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય રેસ વૉકિંગ ખેલાડી બાબુ પણુચા તેમજ અરવલ્લી ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ રૂઝુલ પટેલે લીલી ઝંડી બતાવીને આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ રેલીમાં 76 સાઇકલચાલકોએ ભાગ લીધો હતો. તેમજ આ રેલી લક્ષ્મી ટાઉનહોલ, માલપુર રોડ, સહયોગ બાયપાસ, મેઘરજ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને કોલેજ કેમ્પસ ખાતે પરત ફરી હતી..
અરવલ્લી જિલ્લા સીનિયર કૉચ મઝહર સુથાર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો જોડાયા હતા. આગામી 21 ઑગસ્ટના રોજ મહિલાઓ માટે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
