Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગનફ્રુટની ખેતી થકી કરી કરોડોની કમાણી

Live TV

X
  • અરવલ્લી જિલ્લાનાં પ્રગતિશિલ ખેડૂતે પોતાનાં ખેતરમાં ડ્રેગનફ્રુટની ખેતી કરી છે. બાયડનાં આ ખેડૂતે છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારની અનોખી ખેતી કરીને દોઢ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમના આ સાહસમાં રાજ્ય સરકારનો પણ ફાળો રહેલો છે. આ ખેડૂતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રેગનફ્રુટનું ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે. આ સાહસથી માત્ર શ્રીકાંતભાઈ સમૃદ્ધ નથી થયા પણ તેમણે 25થી વધુ શ્રમિકોને પણ રોજગારી આપી છે. આ પ્રગતિશીલ ખેડુત ડ્રેગનફ્રુટની ખેતી પણ કરી અને નર્સરી પણ વિકસાવી. હાલ તે તેમની નર્સરીના રોપા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કશ્મીર જેવા રાજ્યોમાં વહેંચી રહ્યા છે. ગુજરાતમાં શ્રીકાંતભાઈ જેવા અનેક ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગો કરી અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે અને કહી શકાય કે ગુજરાતનું કૃષિચિત્ર તેઓ બદલી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply