Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી શિયાળુ પાક માટે છોડવામાં આવ્યું પાણી

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે  ધનસુરા તાલુકાના શીકા નજીકથી પસાર થતી માઝુમ ડેમની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના 17 જેટલા ગામના ખેડૂતોને રવિપાકમાં ફાયદો થશે અરવલ્લી જિલ્લામાં શિયાળાની શરૂઆત બાદ ખેડૂતોએ અત્યાર સુધી રવિ પાકની મોટા પ્રમાણમાં વાવણી કરી છે.

    માઝુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના શીકા, કોલીખડ, ભેંસાવાડા, શીકાકંપા, રહિયોલ અને અંતિસરા સહિતના 17 જેટલા ગામના ખેડૂતોને રવિ પાકમાં લાભ થશે. જિલ્લામાં ખેડૂતોએ આ વખતે શિયાળુ પાકમાં ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે એવામાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને ફાયદો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply