વ્યારામાં યોજાયો બે દિવસ માટેનો ઈ- શ્રમ' કાર્ડ કેમ્પ
Live TV
-
વ્યારા નગરમાં ઈ- શ્રમ"કાર્ડ બનાવી આપવા માટે કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ વ્યારા મામલતદારની અધ્યક્ષતામાં કેમ્પ યોજાયો હતો.જેમાં આ વિસ્તારમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રમ અધિકારીએ ઈ- શ્રમ"કાર્ડ નાં માધ્યમ દ્વારા સરકાર દ્વારા મળવા પાત્ર લાભો અને સહાયોની મહિતી લોકો ને આપી હતી. શ્રમ કામદારોના હિતને ધ્યાનમાં રાખીને તેમને કામ, વેતન અને હકની બાબતે અન્યાય ના થાય તે માટે આ પ્રકારના કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ઈ- શ્રમ"કાર્ડ બનાવી આપવાનો કેમ્પ બે દિવસ માટે યોજાવામાં આવ્યો છે. જેનો લાભ લેવા આગેવાનો એ લાભાર્થીઓને અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસ્તારનાં સેવાભાવી આગેવાન હેમંતભાઈ તરસાડીયાએ કર્યું હતું.
