Skip to main content
Settings Settings for Dark

આંખે પાટા બાંધીને સ્કેટિંગ, ફૂટબોલ, ચેસ, રાઇફલ શૂટિંગ કે સ્કૂટર ચલાવવાની અનોખી સિધ્ધી ધરાવતો જીત ત્રિવેદી

Live TV

X
  • સુરતનો જીત ત્રિવેદી આંખે પાટા બાંધીને આંખ બંધ કરી બાઈક ચલાવવાની સાથે જ સ્કેટિંગ, ફૂટબોલ, ચેસ પણ રમી શકે છે. એટલું જ નહીં આંખ બંધ કરીને રાઇફલ શૂટિંગ પણ કરી શકે છે. 23 વર્ષીય જીત ત્રિવેદી વાયબ્રેન્ટ ઇન્સ્ટર નેશનલ શાળામાં 9-10 અભ્યાસ કરતો હતો તે દરમિયાન 9 વર્ષે પહેલા શાળામાં 2 દિવસ માટે બ્લાઇન્ડ ફોલ્ડ વર્કશોપ એટલે કે આંખે પાટા બાંધીને અનેક કાર્યોને  સિદ્ધ કરી શકાય એવી તાલીમ લીધી હતી. 

    જીત ત્રિવેદી આંખ બંધ કરીને કલર, નંબર ઓળખી શકે છે એટલું જ નહીં પણ આંખ બંદ કરીને પુસ્તકો વાંચી શકે છે. જીત ત્રિવેદીના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે તે પૈકી પ્રથમ રેકોર્ડ વિશ્વના સૌથી ઊંચા 18 હજાર 360 ફૂટનો રોડ ખારડુંગલા પર આખે પાટા બાંધી સ્કૂટર ચલાવી નોંધાવ્યો હતો. તે પછી બીજો રેકોર્ડ પણ કાયમ કર્યો અને મુંબઈ ખાતે 4 કિલોમીટરમાં કેટીંગ વિથ બ્લાઇન્ડ ફોલ્ટ વિથ બાસ્કેટબોલ ડ્રીપલિંગનો રેકોર્ડ સહિત 7 જેટલા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે આંખે પાટા બાંધીને વિવિધ કાર્યો પૂર્ણ કરવાના સૌથી વધુ રેકોર્ડ જીત ત્રિવેદીએ નોંધાવી નામ રોશન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply