Skip to main content
Settings Settings for Dark

આજથી પુરુષોત્તમ માસનો પ્રારંભ, ઉ.ગુજરાતના એકમાત્ર મંદિરમાં ભક્તોએ કર્યાં દર્શન

Live TV

X
  • આજથી પવિત્ર પુરસોત્તમ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પાટણમાં આવેલ ઉત્તર ગુજરાતના એકમાત્ર ભગવાન પુરસોત્તમના મંદિરે ભાવિક શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

    શહેરમાં ત્રિકમ બરોટની વાવ પાસે આવેલ ગંગા બાની સમાધિ સ્થળે ઐતિહાસિક 700 વર્ષ જૂનુ ભગવાન પુરસોત્તમનું મંદિર આવેલું છે. ત્યારે અહીં મંદિર પરિસર ખાતે સરકારી ગાઈડલાઈન મુજબ શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    મંદિર પરિસરમાં આજે વિષ્ણુયાગ, વિશેષ પૂજાપાઠ, સાથિયા પૂજન, વિવિધ મનોરથ, આંગી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરસોત્તમ માસમાં દાન પુણ્યનો પણ વિશેષ મહિમા રહેલો છે, અઢી વર્ષે એકવાર આવતા પુરસોત્તમ માસનું જ્યોતિષ, ખગોળ અને ધાર્મિક રીતે પણ અનોખું મહત્વ રહેલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply