વડોદરાની GMERS હૉસ્પિટલમાં કર્મચારીઓ માટે ફાયર મોકડ્રીલનું આયોજન
Live TV
-
વડોદરા ગોત્રી સ્થિત જીએમઇઆરએસ સરકારી હોસ્પિટલ જ્યાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ઉભું કરવામાં આવેલું છે, જ્યાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનામાંથી બોધપાઠ લઈને ગોત્રી હોસ્પિટલમાં આગની ઘટનાનું મોક ડ્રિલ યોજવામાં આવ્યું જેમાં ફાયર મહાનગ પાલિકાનું આરોગ્ય વિભાગ ફાયર બ્રિગેડ સહિત ગોત્રી કોવિડ હોસ્પિટલના નર્સિંગ અને મેડિકલ કર્મમાચારીઓ જોડાયા હતા.
આપત્તિના સમયે કે આગ લાગે ત્યારે હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કઈ રીતે કામ કરી શકાય તેની જાણકારી મળે તે માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આગના બનાવ બાદ સક્રિય બનેલા તંત્રએ શહેરની સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકસણી કરવામાં આવી રહી છે.
આ બનાવ સમયે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગોત્રી કોવિડ હોસ્પિટલનાં નોડલ અધિકારી શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આગના આપાતકાલિન સમયે ફાયરસેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી.
