સુરતમાં જનજીવન પાટા પર, દોઢ લાખ શ્રમિકો ધંધાર્થે પરત ફર્યાં
Live TV
-
લોકડાઉન દરમિયાન વતન ચાલ્યા ગયેલા લાખો શ્રમિકો ની ,સુરત વાપસી ને, સૂરત શહેર ,વધાવી રહ્યું છે. વીતેલા પંદર દિવસ માં ,દોઢ લાખ જેટલા શ્રમિકો ,સુરત આવી ચુક્યા છે. તેમને રેલવે સ્ટેશને આવકારવા ,ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રમિક આવકાર સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ હેઠળ ,વતન થી ,સૂરત રેલવે સ્ટેશને પાછા ફરતાં શ્રમિકોને ચેમ્બર ના સભ્યો ,અને પાલિકા કમિશ્નર દ્વારા ,માસ્ક અને સેનેટાઈઝર નું વિતરણ થઇ રહ્યું છે. તેમનો રેપિડ કોવિડ ટેસ્ટ પણ ,થઇ રહ્યો છે. લોકડાઉન દરમિયાન આશરે 10 લાખ ટેક્સટાઇલ ઉદ્યોગના શ્રમિકો સૂરત છોડીને વતન જતા રહ્યા હતા.
ચેમ્બરની રજૂઆત પછી શરૂ થયેલી ખાસ ટ્રેનમાં શ્રમિકો સુરત પાછા ફરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા થી ,શ્રમિકોના સુરત માં થઇ રહેલા આગમન ને વધાવવામાં આવી રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા પર પ્રાંતના શ્રમિકો માટે SOP નક્કી થયેલી છે. સૂરત પાછા ફરી રહેલા શ્રમિકોએ, તેનું પાલન કરવાનું રહેશે.
