આજથી પ્રવિત્ર શ્રાવણ માસની શરૂઆતઃ વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા
Live TV
-
સોમનાથઃ
નાયબ મુખયમંત્રીએ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અને દેવાધિ દેવ સોમનાથ દાદાના આશીર્વાદ આપણા સૌના પર વરસતા રહે તેમજ ગુજરાત અને દેશની સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી.
અંબાજીઃ
આજથી પવિત્ર શ્રાવણ માસનો પારંભ થયો છે. ત્યારે દ્વારકાથી 20 કિલોમીટર દુર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. ઘણા યાત્રીઓ પગપાળા દર્શન માટે પહોંચી રહ્યા છે. તો, કોરોના સંક્રમણના કારણે શ્રદ્ધાળુઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે માટે મંદિર પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટઃ
સ્ફટિકના શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ છે. રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામ ખાતે ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં સ્ફટિકનું શિવલિંગ આવેલું છે.. પૌરાણિક માન્યતા પ્રમાણે, ભારતભરમાં સ્ફટિકનું લિંગ ધરાવતા ત્રણ જ શિવાલયો છે. જેમાં એક જમ્મુમાં, બીજું કેદારમા અને ત્રીજુ રાજકોટના રતનપર ખાતે સ્ફટિકનું શિવલીંગ આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પૂજન અર્ચન કરવા આવે છે.. સાથેજ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભંડારાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. પ્રવર્તમાન દ્વારકા પીઠના શંકરાચાર્ય જગતગુરુ સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા ભગવાન ચંદ્રમૌલેશ્વરનું મંદિર વર્ષ 2011માં બનાવવામાં આવ્યું હતું.
અમરેલીઃ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા બુધેશ્વર મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. લાખાપાદર પાસે આવેલ બુધેશ્વર મહાદેવ મંદિર પાસે બે નદીઓનો સંગમ થાય છે અને મોટો ચેક ડેમ પણ આવેલો છે.. આમ, કુદરતી સાંનિધ્યમાં પૌરાણિક મંદિર હોવાને કારણે સહેલાણીઓ માટે પર્યટન અને ધાર્મિક સ્થળ તરીકે આ સ્થળ પ્રથમ પસંદ બની રહ્યું છે..
પંચમહાલઃ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલિખંડા ગામે આવેલા સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોઈ મંદિર પ્રશાસન દ્વારા કોરોનાની ગાઈડ લાઈનને અનુસરીને દર્શન કરી શકાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બોટાદઃ
ગઢડા ગોપીનાથજી મંદિરમાં કલાત્મક અને ટેકનોલોજીથી સજજ એવા હિંડોળા દર્શન માટે ખુલ્લા મુકાયા છે. મંદિર દ્વારા ગોપીનાથજી મહારાજને રોજ વિવિધ હિંડોળા દર્શનનો શણગાર કરાશે. ટેક્નોલોજીથી સજ્જ હિંડોળાના દર્શન કરવા માટે માત્ર 1 રૂપિયાનો સિક્કો નાંખો અને દર્શન કરો એવી સુવિધા ઉભી કરાઇ છે.
