Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરાઇ

Live TV

X
  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી છે. સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ઝવેચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી. ચોટીલા ખાતે જન્મેલા ઝવેરચંદ મેઘાણીના સુરેન્દ્નનગર જિલ્લા સાથે અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનું સવિશેષ મહત્વ છે. ઝવેરચંદ મેઘાણીએ 25 વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં 100 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-ક્યારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી જેવા પુસ્તકો અહી જોવા મળે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply