Skip to main content
Settings Settings for Dark

આજે આસ્થાના પ્રતિક તરીકે ઉજવાઈ રહેલો નાગ પંચમીનો તહેવાર

Live TV

X
  • આજે નાગ પંચમીના પર્વને લઇને નવકુળ નાગ દેવતા કુળદેવતા તરીકે પૂજાતા હોય છે. લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નાગ દેવતાના મંદિરે આજના દિવસે હજારો ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે જુનાગઢ ખેતલીયા દાદાના મંદિરે પણ ભાવિકો ઉમટ્યા હતા. આ દિવસે અહીંના મહંતશ્રી રાજ ભારતી બાપુ દ્વારા દર વર્ષે 2000 જેટલી કુવારી કન્યાઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. પરંતુ, હાલ કોરોનાને કારણે આ વર્ષે આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. માત્ર સાધુ સંતોને ભોજન અને યજ્ઞ, દાન પૂજા વિધિ જેવા કાર્યક્રમો કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ચાલુ રખાયા છે. લોકોએ આજના દિવસે નાગદેવતાનું કુળદેવતાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply