આજે વડ સાવિત્રિના પાવન પર્વ નિમિત્તે મહિલાઓ દ્વારા કરાયુ વડનું પૂજન.
Live TV
-
દેશભરમાં આજે વટ સાવીત્રીના વ્રતની ઉજવણી થઇ રહી છે. વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રતની ઉજવણી થતી હોય છે. સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે. મહામારીના કાળમાં પણ અમદાવાદ ખાતે મહિલાઓ વટસાવિત્રી પૂજનમાં જોડાઇ હતી. આણંદ ખાતે પણ મોટી સંખ્યામાં મહિલાઓએ વટ સાવીત્રીનુ પૂજન કર્યું હતુ. મહિલાઓએ વડની પૂજા કરી હતી. સુતરના દોરાને વટને ગોળ વીંટાળતાં વડની પ્રદિક્ષણા કરી હતી.
