Skip to main content
Settings Settings for Dark

જાણો નેથ્રા વિષે, જે માત્ર 13 વર્ષની વયે બની UNADPની ગુડવિલ એમ્બેસેડર

Live TV

X
  • નેથ્રાને ડીક્સન સ્કોલરશીપ અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય પણ મળી છે

    તમિળનાડુમાં, તેર વર્ષની મદુરાઈની યુવતી નેથ્રાની સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિકાસ અને શાંતિના (UNADP) ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે વ્યવસાયે હેરડ્રેસર છે તેના પિતા દ્વારા COVID-19 લોકડાઉન દરમિયાન ગરીબોને ખવડાવવામાં તેની મહત્વની ભૂમિકા હતી. આ સમાચાર સાથે નેથ્રાના ઘરમાં ખુશીની હેલી ફેલાઈ ગઈ હતી. નેથ્રા ખૂબ જ સામાન્ય પરિવાર માથી આવે છે. કોવિડ 19 લોકડાઉન દરમ્યાન નેથ્રા એ પોતાના પિતા સાથે 500 થી વધુ ગરીબ પરિવારોને મદદ કરી. આ માટે તેઓએ પોતાની બચતનો ઉપયોગ કર્યો. તેમણે લોકડાઉનમાં પોતાની સંઘરેલી બચતને ગરીબોનું પેટ પૂરવા માટે વાપરી.  

    આ નિમણૂક બાદ નેથ્રાને ન્યુયોર્ક મા યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની કોન્ફ્રરન્સમા જવાની તક મળશે. વધુ મા, નેથ્રાને ડીક્સન સ્કોલરશીપ અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય પણ મળી છે. આ તક નેથ્રા ને ગરીબોની વધુ અસરકારક રીતે સેવા કરવાનો મોકો આપશે. આ દેશ માટે ગર્વની બાબત છે કે નેથ્રાની 13 વર્ષની વયે સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિકાસ અને શાંતિ, UNADPની ગૂડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી. 
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply