Skip to main content
Settings Settings for Dark

પાટણ જિલ્લાની યુવા પ્રતિભાઓ વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ના નૅશનલ યુથ એવોર્ડ માટે કરી શકશે અરજી

Live TV

X
  • જિલ્લાના યુવાનો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુરસ્કાર મેળવવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી કરી શકશે

    માહિતી બ્યુરો, પાટણ : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અને કમિશ્નરશ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પ્રતિવર્ષ યુવા પ્રતિભાઓને નૅશનલ યુથ એવોર્ડ આપવામાં આવે છે. જે સંદર્ભે પાટણ જિલ્લાના યુવાનો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુરસ્કાર મેળવવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી કરી શકશે.સ્વાસ્થ્ય, શોધ અને નવિનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારનો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રીય નાગરિકતા, સમાજ સેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રતિવર્ષ નૅશનલ યુથ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ અંગેના કાર્યક્રમોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઉત્તમ કાર્ય, સાતત્યપૂર્ણ વિકાસ અને નક્કર
    યોગદાન આપેલ હોય તેવા ગુજરાતના વતની અને પાટણ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનો અને યુવતીઓ આ પારિતોષિક માટે અરજી કરી શકશે.નૅશનલ યુથ એવોર્ડ વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, બ્લોક નં.૦૨, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, પાટણ ખાતેથી આ માટેના અરજીફોર્મ મેળવી તા.૧૭/૦૬/૨૦૨૦ સુધીમાં ભરીને પરત મોકલી આપવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે પાટણ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલને તેમના સંપર્ક નં.૯૯૭૮૪ ૦૮૮૪૫ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી કુ. દિપલ રાવલને તેમના સંપર્ક નં.૯૪૨૬૯ ૩૫૭૮૦ પર સંપર્ક કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply