આણંદ કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજ દ્વારા લોકડાઉનના સમયમાં 850 થી વધુ પશુપક્ષીઓની સારવાર કરી
Live TV
-
પશુઓની મહામૂલી જિંદગી બચાવી અને જીવદયાનું ઉત્તમ કાર્ય કરતી ટીમ
સૈયદ અલી , આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ખાતે વેટરનરી ક્લિનિક કોમ્પલેસ ઝવેરી હોસ્પિટલ વિભાગ ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાં પણ પોતાની નિષ્ણાંત પશું તબીબી સેવાઓ માટે ખ્યાતનામ છે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉનમાં આણંદ જિલ્લા તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પશુ માલિકો પોતાના પશુઓની બીમારીઓને લીધે તેમની તાત્કાલિક સારવાર માટે વેટરનરી ક્લિનિક કોમ્પ્લેક્ષમાં લઈને આવતા હતા.આવા કપરા સમયમાં પણ કોરોના સંક્રમણનો ભય રાખ્યા વગર ક્લિનિક કોમ્પલેક્ષમાં ફરજ બજાવતા તબીબોના દિવસ રાત ખડે પગે રહી પોતાની ફરજ બજાવી કુલ 850 થી વધારે પશુઓની સારવાર કરવામાં આવી રાજ્યભરમાંથી આ સમયે દરમિયાન આવેલ વિવિધ પ્રકારની બિમારી વાળા પશુઓ જેવા કે અકસ્માત,ગંભીર ઇજાઓ, કેક્ચર, ફૂડ પોઈઝનિગ તથા જન્મજાત ખોડખાપણ જેવા પશુઓમાં જ્યાં જરૂર પડી હોય ત્યાં તાત્કાલિક ઓપરેશન કરી પશુઓની મહામૂલી જિંદગી બચાવી અને જીવદયાનું ઉત્તમ કાર્ય કરેલ છે. વેટરનરી ક્લિનિકલ કોમ્પલેસમાં ફરજ બજાવતા સર્વે કર્મચારીઓએ કોરોનાની મહામારીમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.લોકડાઉન સમય દરમ્યાન આ હોસ્પિટલની કામગીરી પ્રભાવિત થઈ ચરોતર હોર્સ સોસાયટી,આણંદ દ્વારા જુદા જુદા વિભાગના તમામ તબીબો તથા અન્ય સ્ટાફને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવીને બહુમાન કરવામાં આવ્યું હતું.
