આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, ભારતમાં નહી દેખાય
Live TV
-
15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:25 મિનિટ પર શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે 4:18 વાગ્યા સુધી રહેશે
2018ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 15 ફેબ્રુઆરીના રોજ થશે. આની પહેલાં 31મી જાન્યુઆરીના રોજ પહેલું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ ગ્રહણ દરમ્યાન 152 વર્ષ બાદ ખૂબ જ દુર્લભ સંજોગ બન્યા હતા. હવે 15 ફેબ્રુઆરી એટલે કે આજે કેટલાંય દેશોમાં સૂર્ય દેખાશે નહીં.
ગ્રહણનો સમય
15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:25 મિનિટ પર શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે 4:18 વાગ્યા સુધી રહેશે. જો કે સૂતક કાળ ગ્રહણનો સમય લગભગ 12 કલાક પહેલાં એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ સવારે 11:35 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણ અમાસની દિવસે હોય છે. જ્યારે ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે હોય છે.કયાં દેખાશે સૂર્યગ્રહણ?
ભારતીય સમયાનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે છે આથી તે ભારતમાં દેખાશે નહીં. દક્ષિણ અમેરિકા, એન્ટાકર્ટિકા, ઉરૂગ્વે અને બ્રાઝિલ જેવા દેશોમાં દેખાશે. એન્ટાર્કટિકામાં તે વધુ દેખાશે.