ડો. કિરીટ સોલંકીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ એનાયત થશે
Live TV
-
અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય ડો. કિરીટ સોલંકીએ, એક પ્રભાવી સાંસદ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા, 7મી માર્ચે તેમને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ એનાયત થશે.
અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય ડો. કિરીટ સોલંકીએ, એક પ્રભાવી સાંસદ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા, 7મી માર્ચે તેમને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ એનાયત થશે. એક મેગેઝીનના સર્વે મુજબ, ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, સંસદમાં 100 ટકા હાજરી આપી છે, તેમજ સંસદની ચર્ચામાં ભાગ લેવા માટે તેમનો 85 ટકા હિસ્સો, અને સંસદમાં વાંચન માટે 80 ટકા ફાળો રહ્યો છે. આંકડા પ્રમાણે જોઈએ, તો તેમણે અત્યાર સુધી 261 વખત વિવિધ ચર્ચામાં ભાગ લીધો, 27 ખાનગી બીલ સંસદમાં લાવ્યા, અત્યાર સુધીમાં 281 પ્રશ્નો પૂછ્યા છે. અમદાવાદમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું, કે 2022 સુધીમાં પ્રધાનમંત્રીનું 'નયા ભારત નિર્માણ'નું લક્ષ્ય સિદ્ધ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને, તેમણે એક ક્રાંતિકારી, વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું.